ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં પશુ સારવાર કેમ્પ યોજાયા
દાહોદ તા.૦૮
ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજનાલક્ષી વિવિધ વિભાગો દ્વારા શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સરકારશ્રીની અનેકવિધ યોજનાઓના લાભ મૂળ લાભાર્થીઓ સુધી પહોંચે એ માટે વહીવટી તંત્ર દ્વારા લોકોની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તાલુકાના વિવિધ ગામોમાં પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતા.

