દાહોદ તાલુકાના રળિયાતી આયુષ્માન આરોગ્ય મંદિરના સાંગા ફળિયા ખાતે આયુષ્યમાન કાર્ડ માટે યોજાયો કેમ્પ
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના રળિયાતી આયુષ્માન આરોગ્ય મંદિરના સાંગા ફળિયા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ હોવું એ આરોગ્ય સંબંધિત આર્થિક સમસ્યામાં નાગરિકોને મદદરૂપ નીવડી રહી છે. જે માટે લાભાર્થીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોવા ખુબ જ જરૂરી છે. જે અંતર્ગત આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 13 સિનિયર સિટીઝન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તેમજ 42 આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં તાલુકા સભ્યશ્રી, ગામના સરપંચશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર CHO અને MPHW અને FHW અને તેમની ટીમ કેમ્પમાં હાજર રહી હતી.

