ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ICDS માં ચાલતી વિવિઘ યોજનાઓની સ્ટોલ દ્વારા અપાઇ માહિતી
દાહોદ તા.૦૮
ધાનપુર તાલુકામાં ICDSમાં ચાલતી વિવિઘ યોજનાઓના સ્ટોલ લગાવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ICDSની આધારકીટ દ્વારા લાભાર્થીઓના આધારકાર્ડ કાડવામાં આવ્યા સાથે THR માંથી વિવિઘ વાનગીઓ બનાવવામાં આવી અને THR માંથી વાનગી કેવી રીતે બનાવવી તે વિશે સમજાવવામાં આવ્યું હતું. પા પા પગલી પ્રોજેક્ટ વિશે તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ICDSમાં ચાલતી વિવિઘ યોજનાઓની સમજ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા સભ્યશ્રી, મામલતદારશ્રી, તાલુકા પ્રમુખશ્રી, તાલુકા ઉપપ્રમુખશ્રી ,માજી તાલુકા પ્રમુખશ્રી, તલાટી કમમંત્રીશ્રી, સરપંચશ્રી, શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.

