લીમખેડાના ચીલાકોટા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો


દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ચીલાકોટા મુકામે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જે દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચીલાકોટાના આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્યને લગતા વિવિધ પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી. ત્યાં આવેલા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, એનસીડી ચેકઅપ, સિકલ સેલની તપાસ પણ કરવામાં આવી હતી. એ સાથે આરોગ્ય વિભાગ હેઠળની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ નિમિતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ વિવિધ સ્ટોલ સહિત આરોગ્ય સ્ટોલની પણ મુલાકાત લઈને માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ કાર્યક્રમ દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

