દાહોદ દેલસરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ ફોરવીલ ગાડી મળી રૂપિયા ૨.૬૯ લાખ ઉપરાંતની મતાની ચોરી
દાહોદ તા.૨૦
દાહોદના દેલસર ગામે ઉકરડી રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી મકાન ઉપર ચઢી બારી ખોલી મકાનમાં પ્રવેશી તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના તથા ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૨,૬૯,૬૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયાનું પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પરમદિવસ તારીખ ૧૮મી જુલાઈના રોજ મોડી રાતે દાહોદના દેલસર ગામે ઉકરડી રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી માં ઘરફોડ ચોરી કરવાના મક્કમ ઇરાદે તસ્કરો ત્રાટક્યા હતા. અને કતવારાના મૂળ રહેવાસી અને હાલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહી અભ્યાસ કરતા ૨૬ વર્ષીય ગૌરવકુમાર રમેશભાઈ હઠીલાના ઘરને નિશાન બનાવી તસ્કરો ઘર ઉપર ચઢી બારી ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મુકેલ તિજોરી તોડી તિજોરીમાં મુકેલ રૂપિયા ૨૯,૬૦૦/-ની કુલ કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા ૨૫,૦૦૦/-ની રોકડ તેમજ ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ રૂપિયા ૨,૧૫,૦૦૦/-ની કિંમતની જીજે ૨૦ એ.એચ-૮૯૦૩ નંબરની ફોરવીલ ગાડી મળી રૂપિયા ૨,૬૯,૬૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ગૌરવ કુમાર રમેશભાઈ હઠીલાએ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઘર ફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોડ તેમજ તેમજ એફએસએલની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/m9zz7