લીમખેડાના ચીલાકોટા ગામની ઘટના.
દાહોદ

માનસિક ત્રાસથી ત્રસ્ત ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું
લીમખેડાના ચીલાકોટા ગામના યુવાનનો મોબાઇલ ફોન ધાનપુરના કણઝર ગામના એક વ્યક્તિની પત્ની પાસેથી પકડાઈ જતા, તે બાબતે તે પરણીતાના પતિએ ચિલાકોટા ગામના યુવાનને ફોન પર બેફામ ગાળો બોલી ધાકધમકી આપી માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા તે યુવાને પોતાના ગામમાં ડુંગરની નીચે ખીણમાં આવેલ ખાખરાના ઝાડ પર નાયલોનના બેલ્ટથી ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે હોળી ફળિયામાં રહેતા ૨૨ વર્ષીય હિતેશભાઈ વિષ્ણુભાઈ તડવીનો મોબાઇલ ધાનપુર તાલુકાના કણઝર ગામે રહેતા હિતેશભાઈ છત્રાભાઈ તડવીની પત્ની પાસેથી પકડાયો હતો. જેથી આ બાબતે હિતેશભાઈ છત્રાભાઈ તડવીએ હિતેશભાઈ વિષ્ણુભાઈ તડવીને બેફામ બિભત્સ ગાળો બોલી ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા હિતેશભાઈ વિષ્ણુભાઈ તડવીએ માનસિક ત્રાસથી મરવા માટે મજબૂર બની પોતાના ગામમાં ડુંગરની નીચે ખીણમાં જઈ ખાખરાના ઝાડ ઉપર નાયલોનના બેલ્ટ વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી દીધું હતું. આ સંબંધે મરણ જનાર ચીલાકોટા ગામના હોળી ફળિયામાં રહેતા હિતેશભાઈ તડવીના પિતા વિષ્ણુભાઈ સુરતનભાઈ તડવીએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે કણઝર ગામના હિતેશભાઈ છત્રાભાઈ તડવી વિરુદ્ધ આપઘાત કરવાની પ્દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધાનપુરના કણઝર ગામના હિતેશભાઈ છત્રાભાઈ તડવીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

https://shorturl.fm/rsOm6