દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામે નાકાબંધી દરમિયાન.

દાહોદ

દાહોદ એલસીબી પોલીસે ૪.૦૮ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે સ્કોર્પિયો ગાડી પકડી

દાહોદ એલસીબી પોલીસે દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામે રોડ પર કરેલ નાકાબંધી દરમિયાન રૂપિયા ૪.૦૮ લાખ ઉપરાંતની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે રૂપિયા સાત લાખની કિંમતની સ્કોર્પીયો ફોરવીલ ગાડી પકડી કુલ રૂપિયા ૧૧,૦૮,૦૬૬/-નો મુદ્દામાલ કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સવારે દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી પરત ફરી રહેલ દાહોદ એલસીબી પોલીસને જીજે ૧૧એસ-૪૬૯૧ નંબરની મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ફોરવીલ ગાડી વિદેશી દારૂ તથા બિયરનો વિપુલ જથ્થો ભરી આવતી હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસે સાગટાળા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનાં નાડાતોડ ગામે રોડ પર નાકાબંધી કરી ત્યાંથી આવતા જતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબર વાળી મહેન્દ્રા કંપનીની સ્કોર્પિયો ફોરવીલ ગાડીના દૂરથી જ પોલીસની નાકાબંધી જોઈ લેતા ગાડીનો ચાલક પોતાના કબજાની દારૂ ભરેલ ગાડી છોડી ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારના ઝાડી-ઝાંખરાઓની આડ લઈ નાસી ગયો હતો. જે સ્કોર્પિયો ગાડીની પોલીસે તલાસી લઈ ગાડી માંથી રૂપિયા ૪,૦૮,૦૬૬/-ની કુલ કિંમતના ભારતી બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-૨૦૬૪ ભરેલ પેટીઓ નંબર-૫૨ તથા છૂટી બોટલ નંગ-૧૫ મળી કુલ બોટલ નંગ-૨૦૭૯ પકડી પાડી, સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાય રૂપિયા ૭ લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી મળી રૂપિયા ૧૧,૦૮,૦૬૬/-નો મુદ્દામાલ કબજે લઈ સાગટાળા પોલીસને સુપરત કરી આ સંબંધે દાહોદ એલસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ નટવરસિંહે સાગટાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સ્કોર્પિયો ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

2 thoughts on “દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામે નાકાબંધી દરમિયાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!