નડિયાદ અને ખેડા જિલ્લાને રૂ.૨૪૩ કરોડના વિકાસ કાર્યોની ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
નરેશ ગનવાણી નડિયાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા માટે રૂ.૨૪૩.૬૩ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાયેલા આ કાર્યક્રમને તેમણે “વિકાસનો ઉત્સવ” ગણાવ્યો હતો. આ પ્રસંગે, મુખ્યમંત્રીના હસ્તે નડિયાદ મહાનગરપાલિકાની પુસ્તિકા, લોગો અને વેબસાઈટનું પણ વિમોચન કરવામાં આવ્યું. કુલ રૂ.૧૧૦.૯૧ કરોડના 56 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ભૂમિપૂજન થયું, જેમાં નડિયાદ મહાનગરપાલિકાના રૂ.૨૯.૪૧ કરોડના અને જિલ્લા વહીવટીતંત્રના રૂ.૮૧ કરોડથી વધુના કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ” જેવી પાયાની સુવિધાઓ દરેક ગામ-શહેરને મળે અને સર્વાંગી વિકાસ થાય તે નેમ સાકાર થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, નવી મહાનગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી અને માળખાકીય સુવિધાના વિકાસકામો માટે નાણાંની કોઈ અછત ન રહે તેવી સુદ્રઢ નાણાકીય વ્યવસ્થા સરકારે કરી છે. નડિયાદ મહાનગરપાલિકાની રચનાના છ મહિનામાં જ રૂ.૨૬૧ કરોડ શહેરી વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે, પ્રગતિનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ. ૧૩૨.૭૨ કરોડના ખર્ચે રીડેવલેપ થનાર ૯૦૦ LIG આવાસોનું ભૂમિપૂજન કરાયું. મુખ્યમંત્રીએ ચાર સીટી બસ, એક અદ્યતન ફાયર ફાઈટર અને ગાર્બેજ વાનની સેવાઓનો પણ પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમીતપ્રકાશ યાદવ, ડીડીઓ, કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોલંકી, સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, અને ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ, સંજયસિંહ મહિડા, કલ્પેશ પરમાર, રાજેશ ઝાલા, યોગેન્દ્રસિહ પરમાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો અને જિલ્લા વાસીઓ હાજર રહ્યા હતા.


https://shorturl.fm/QpYwV
https://shorturl.fm/M82OV
https://shorturl.fm/J6NFo
https://shorturl.fm/fBF9S
https://shorturl.fm/yAaQ4
https://shorturl.fm/twpAr
https://shorturl.fm/p7dTe