જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ. શાખાની ત્રિમાસિક રીવ્યુ તેમજ ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ : કલેકટર દ્વારા આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરાઈ

દાહોદ તા.૦૨

જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ. શાખાની ત્રિમાસિક રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આઈ.સી.ડી.એસ.ની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

જે દરમ્યાન આઇસીડીએસ વિભાગ દ્વારા c-mam કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત લેવાતા સારવારના પગલાં અને Sam – mam બાળકોની તપાસ માટેના વિવિધ તબક્કાઓ અને તેમને કઈ રીતે સારવાર આપવામાં આવે છે, તેના વિશે રીવ્યુ રજૂ કરવામાં આવ્યો હતો.

કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં SAM MAM તેમજ UNDER WIGHT બાળકોના ૧૦૦% વજન ઊંચાઈ અને તેનું મોનીટરીંગ થાય તે માટે જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. પોષણ ટ્રેકર, ગ્રોથ મોનીટરીંગ, ટેક હોમ રાશન, વજન, ઊંચાઈ, ક્રોસ ચેકિંગ, બાળકોને સમયસર આંગણવાડી પર ભોજન આપવું, તેમજ આંગણવાડી બાંધકામના જમીન પ્રશ્નો, આંગણવાડીની ભૌતિક સુવિધાઓ, સહિત icds વિભાગને લગતી બાબતો વિશે વિગતો રજૂ કરવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, ઝાયડસ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણ, આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસરશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!