નડિયાદમાં એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ માટે ટેકનિકલ સેમિનાર યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: શહેરના એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ માટે તાજેતરમાં એક ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોંક્રિટના પરફોર્મન્સ પર મટિરિયલ અને પ્રેક્ટિસની અસર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંબુજા અદાણી સિમેન્ટના રિજનલ ટેકનિકલ સર્વિસ હેડ, નિસર્ગ પરીખે આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે “ઇન્ફ્લુઅન્સ ઓફ મટીરિયલ એન્ડ પ્રેક્ટિસ ઓન પરફોર્મન્સ ઓફ કોંક્રિટ” વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને ઉપસ્થિત લોકોને કોંક્રિટની ગુણવત્તા જાળવવા માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવ્યા હતા.
આ સેમિનારમાં નડિયાદના 70થી વધુ સિવિલ એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ શ્રી વૈભવભાઈ શાહનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સેમિનારથી બાંધકામ ક્ષેત્રના પ્રોફેશનલ્સને કોંક્રિટના ઉપયોગ અને તેની ગુણવત્તા સુધારવા માટે નવીન ટેકનિકલ જાણકારી મળી રહી છે, જે ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં ઉપયોગી થશે.

