છેલ્લા સાત વર્ષથી લૂંટ, ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને દેવગઢ બારીયા ની સાગટાળા પોલીસ દ્વારા ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો.
છેલ્લા સાત વર્ષથી લૂંટ, ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને દેવગઢ બારીયા ની સાગટાળા પોલીસ દ્વારા ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો
દાહોદ તા.૦૭
લુંટ,ધાડના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપીને દેવગઢ બારીયાની સાગટાળા પોલીસે ઝડપી પાડી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દેવગઢ બારીયાની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે સાગટાળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી.પરમાર પોલીસ તથા તેમની ટીમને મળેલ બાતમીના આધારે પોલિસે ગતરોજ સાગટાળા પોલીસ મથકના લુંટ,ધાડના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સુક્રમભાઇ કાળુભાઇ ભુરીયા (રહે.બીલીયા તા.ધાનપુર જી.દાહોદ) નાનો કામઅર્થે ચોરી છુપીથી દેવગઢ બારીઆ ખાતે આવેલ હોવાની મળેલ માહીતી આધારે તેને દેવગઢ બારીઆ બજારમાંથી કોર્ડન કરી ઉપરોક્ત આરોપીને પકડી પાડ્યો હતો.
આ સંબંધે સાગટાળા પોલિસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

