ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓ અને આંગણવાડીઓ કાલે બંધરહેશે
નરેશ ગનવાણી નડિયાદ

હાલમાં ખેડા જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અત્રેના જિલ્લામાં વહેતી સાબરમતી, મહી, વાત્રક, શેઢી વિગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થવા પામેલ છે. ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલ છે. જેથી અત્રેના જિલ્લામાં કોઈ અઘટીત આકસ્મિક ઘટના બનવા ના પામે તેના માટે સલામતી અને સાવચેતીના પગલાં રૂપે તા.૦૮/૦૯/૨૦૨૫, સોમવારના રોજ ખેડા જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને અભ્યાસ કરતાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવે છે.