ધાનપુરના બીલીયા ગામે એક ૧૯ વર્ષિય આશાસ્પદ યુવકે અગમ્યકાણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી
દાહોદ તા. ૧૦
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બીલીયા ગામે એક ૧૯ વર્ષિય આશાસ્પદ યુવકે પોતાના મકાનમાં અગમ્યકાણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ધાનપુરના બીલીયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં૧૯ વર્ષિય ગણપતભાઈ રમેશભાઈ મોહનીયા ગત તા.૦૯મી સપ્ટેમ્બરના રોજ સાંજના સાતેક વાગ્યાના આસપાસ પોતાના મકાનની કેબીનમાં સુવા માટે ગયાં હતાં. સવારે જ્યારે પરિવારજનોએ કેબીન ખોલતાં અંદર કેબીનના લાકડા સાથે દોરડું બાંધી ગણપતભાઈનો મૃતદેહ નજરે પડતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક ગણપતભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં છે.
આ સંબંધે રમેશભાઈ મોહનીયાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.