દેવગઢબારિયામાં સાવચેતીને સંગ, જીતીશું જંગ ધ્યેય મંત્ર સાથે કોવિડ – ૧૯ વિજય રથનું આગમન
રાજ્યમાં કોરોના મહામારી સામે જનચેતના જગાવવા માટે સાવચેતીને સંગ, જીતીશું જંગ ધ્યેય મંત્ર સાથે નીકળેલા કોવિડ – ૧૯ વિજય રથનું દેવગઢબારિયામાં આગમન થતાં બાળરોગ નિષ્ણાંત ડો.ચાર્મી સોની સહિતના નગરસેવકો તેમજ આરોગ્ય કર્મીઓએ ઉષ્માભેર સ્વાગત કરીને નગર તેમજ આસપાસના વિસ્તારોમાં પ્રસ્થાન કરાવ્યું હતું.
દેવગઢબારિયામાં ટાવર ખાતે સૂચના અને પ્રસારણ મંત્રાલય અમદાવાદ અને લોક સંપર્ક કાર્યાલય ગોધરાના ઉપક્રમે કોવિડ-૧૯ વિજય રથ આવી પહોંચ્યો હતો. તેની સાથે પધારેલા ધ્રુવી ફાઉન્ડેશન અમદાવાદના કલાકારોએ પરંપરાગત મધ્યમ ભવાઇ-નાટક વડે જનચેતના જગાવી હતી. તેમણે રસાળ શૈલીમાં કોરોના સામેનો જંગ જીતવા માટેની સમાજ નગરજનોને આપી હતી. યુનિસેફના સહયોગથી કોવિડ – ૧૯ વિજય રથ થકી મહિલા અને બાળકોના આરોગ્ય અને પોષણ તેમજ ભારત સરકારની વિવિધ જનસુખકારીની યોજનાઓની માહિતી પણ આપી હતી. નગરજનોને ફેસ માસ્ક સહિત લોકજાગૃતિના સંદેશ આપતા સાહિત્યનુ પણ વિતરણ કરાયું હતું.
આ વેળા , નિષ્ણાંત ડોક્ટરઅને નગરપાલિકાના પૂર્વ ડો.પ્રમુખ ચાર્મી સોની, આરોગ્યકર્મી પર્વતીબેન સહિતનો સ્ટાફ, મીડિયામેન પ્રતિકભાઈ સુતરીયા, સજ્જનબેન ગોહિલ, ગજેન્દ્રભાઈ પરમાર, અક્ષયભાઈ જૈન, અંબાબેન મોહનિયા, પ્રતિક્ષાબેન બારીઆ, ઇકબાલભાઈ, રૂકૈયાબેન, હનીફભાઈ, સત્તારભાઈ સહિતના નગરસેવકો તેમજ ધ્રુવી ફાઉન્ડેશન અમદાવાદના ટીમ લીડર પરેશ નાળ, નીતિન શાહ, વિનોદ સોલંકી, મહેશ મકવાણા સહિતના કલાકારો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ કોવિડ હેલ્પલાઈન અને હવે કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી સાવચેતીને સંગ, જીતીશું જંગ ધ્યેય મંત્ર સાથે કોરોના સામેનું યુદ્ધ જારી છે ત્યારે દરેક નાગરિક કોરોના પ્રોટોકૉલનું પાલન કરે તે ઇચ્છનીય છે.
#Sindhuuday Dahod