દાહોદ જિલ્લામાં ઘટતો જતો કોરોના સંક્રમણ : લોકોમાં રાહત : આજે વધુ ૦૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૦૬ ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૦૨
દાહોદમાં આજે વધુ ૦૩ કોરોના પોઝીટીવ દર્દીના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૦૬ ને પાર થઈ ગયો છે. આજે વધુ ૧૦ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા એક્ટીવ કેસની સંખ્યા ૮૦ રહેવા પામી છે.
આજે ૩૨૨ આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૧ અને રેપીટના ૭૯૩ પૈકી ૨ કોરોના પોઝીટીવ મળી ૦૩ કેસો નોંધાવા પામ્યા હતા. આ પૈકી દાહોદમાંથી ૧ અને ઝાલોદમાંથી બે કેસોનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૭૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કોરોના સંક્રમણનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો દમ લીધો છે. ક્યાંકને ક્યાંક આરોગ્ય તંત્રની તનતોડ કામગીરી તેમજ લોકોમાં જાગૃતિ ફેલાઈ રહી છે તેવું પ્રતિત થઈ રહ્યું છે.
#Sindhuuday Dahod