મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતી નિમિત્તે દાહોદમાં રાજકીય પક્ષ સહિત નગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી મહાત્મા ગાંધીજીને યાદ કર્યા
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૦૨
આજે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદના રાજકીય પક્ષ સહિત વેપારીઓ, દાહોદ નગરપાલિકા, સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી મહાત્મા ગાંધીજીને યાદ કર્યા હતા. સાથે સાથે પુર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ હોઈ તેઓને પણ યાદ કરવામાં આવ્યા હતા.
અંગ્રેજાે સામે લડી ભારત દેશને આઝાદી અપાવનાર એવા અહિંસાવાદી,સત્યાગ્રહના પ્રચારક એવા મહાત્મા ગાંધીજીની આજે ૨જી ઓક્ટોબરે ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ સહિત જિલ્લાવાસીઓએ ગાંધીજીને યાદ કર્યા હતા. દાહોદના ભાજપના અગ્રણી, કોંગ્રેસ અગ્રણી તેમજ આમ આદમી પાર્ટીની અગ્રણીઓએ સહિત શહેરની સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વેપારીઓ તેમજ પાલિકાના સત્તાધીશો દ્વારા સ્ટેશન રોડ ખાતે બગીચામાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી ગાંધીજીને યાદ કર્યા હતા તેમના રસ્તા પર ચાલી સ્વચ્છતાના સંદેશને સાકાર કરવાનો સંકલ્પ લીધો હતો.
#Sindhuuday Dahod

