દાહોદ શહેરમાં કસ્બા વિસ્તારમાં મજુરીના પૈસા માંગતા ઉશ્કેરાયેલ ચાર જણાએ એક દંપતિને લોખંડના સળિયા તેમજ
દાહોદ તા.૧
દાહોદ શહેરમાં કસ્બા વિસ્તારમાં મજુરીના પૈસા માંગતા ઉશ્કેરાયેલ ચાર જણાએ એક દંપતિને લોખંડના સળિયા તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મારી નાખવાની ધમકી આપ્યાનુ જાણવા મળે છે.
દાહોદ શહેરમાં કસ્બા આંબલી ફળિયામાં રહેતા જૈનુદ્દીન જલાલઉદ્દીન શેખે ગતરોજ કસ્બા વિસ્તારમાં રહેતા સઈદ મજીદભાઈ શેખ પાસે મજુરીના ૫૦૦ રૂપીયા માંગતા અને આ અંગે બંન્નેમાં ઉગ્ર બોલાચાલી થતા એકદમ ઉશ્કેરાયેલ ગાંધી મજીદભાઈ પાપડીયાએ લોખંડના સળિયા વડે જૈનુદ્દીનને માથાના ભાગે કાનની બાજુ મારી ઈજા પહોંચાડી હતી અને સઈદ મજીદભાઈ શેખ, નાસીરભાઈ વહીદબાઈ શેખ અને ,સોફીયાન ચાંદબાઈ શેખે જૈનુદ્દીનભાઈ શેખ અને વચ્ચે છોડવવા પડેલ નાજીમબેનને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત જૈનુદ્દીન જલાલઉદ્દીન શેખના ભાઈ કુતુબુદ્દીન જલાલઉદ્દીન શેખે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.