દાહોદ જિલ્લામાં આજે એક સાથે 15 કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો
દાહોદ તા.03
દાહોદ જિલ્લામાં આજે એક સાથે 15 કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજના 15 પૈકી દાહોદ અર્બનમાંથી જ 07 કેસોનો સમાવેશ થાય છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 2262 ને પાર થઈ ગયો છે.
આર.ટી.પી.સી.આર.ના 230 પૈકી 12 અને 1550 રેપીટ ટેસ્ટ પૈકી 03 મળી આજે 15 કેસો નોંધાયા છે. આ 15 પૈકી દાહોદ અર્બનમાંથી 07, ઝાલોદ અર્બનમાંથી 03, દેવગઢ બારીઆ અર્બનમાંથી 02 કેસનો સમાવેશ થાય છે. આજે વધુ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા 187 રહેવા પામી છે ત્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી પોતાનો જીવ ગુમાવનાર 83 લોકોનો સમાવેશ થાય છે.
#Sindhuuday Dahod