દાહોદ માં લગ્નની યોજાયેલ રિશેપ્શન પાર્ટીમાં આવેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા ૧,૧પ,૦૦૦ની કિંમતની ભેટ સોગાદોની કોઈ ગઠીયો ઉઠાંતરી કરી પલાયન
દાહોદ, તા.૧૯
પરેલ જુનીયર રેલ્વે ઈન્સ્ટીટ્યુટ,દાહોદ માં લગ્નની યોજાયેલ રિશેપ્શન પાર્ટીમાં આવેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા ૧,૧પ,૦૦૦ની કિંમતની ભેટ સોગાદોની કોઈ ગઠીયો ઉઠાંતરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ, ગોધરા રોડ, સ્ટીફન સ્કુલની પાસે આવેલ ૧૪૦ મહેબુબ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ર૮ વર્ષીય નાવીદખાન નાદીરખાન પઠાણના લગ્નની રીસેપ્શન પાર્ટી પરમ દિવસ તા.૧૭.૧૧.૧૮ના રોજ રાતના સમયે દાહોદ, પરેલ જુનીયર રેલ્વે ઈન્સ્ટીટ્યુટમાં યોજાઈ હતી. અને તેમાં તેઓએ પોતાના સગા-વ્હાલા, સ્નેહી મિત્રો, સંબંધીઓને નિમંત્રીત કર્યા હતા. રીશેપ્શન પાર્ટીમાં આવેલ મહેમાનોએ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા તેમજ અન્ય ચીજ વસ્તુની ભેટ સોગાદો આપી હતી. તે ભેટ સોગાદો પૈકી રૂપિયા ૪૦,૦૦૦ની કુલ કિંમતની સોનાની વીટીં નં.૩, રૂપિયા ૧૮,૦૦૦ની
આભાર – નિહારીકા રવિયા કિંમતના કાનમાં પહેરવાની લટર તથા સોનાનો એક પેન્ડલ સેટ, રૂપિયા ૭૦૦૦ની કુલ કિંમતની ચાંદીની પાયલ જાડ-ર, તથા અલગ અલગ કવરમાં આવેલ રૂપિયા પ૦,૦૦૦ની રોકડ રકમ મળી રૂપિયા ૧,૧પ,૦૦૦ની મત્તા કોઈક ગઠીયો સોની નજર ચુકવી ચોરી લઈ પલાયન થઈ ગયો હતો.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ ૩૭૯ મુજબ ચોરીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.