દાહોદ તાલુકાના પુંસરી ગામે અકસ્માતના નાણાં પડાવવા એકનું અપહરણ કરી રૂા.૫૦ હજારની ખંડણી માંગવામાં આવી

દાહોદ તા.૧૨
માર્ગ અકસ્માત થતાં તેના લાભના નાણાં મેળવાના ઈરાદે બે જેટલા ઈસમોએ એકનું અપહરણ કરી લઈ નાસી જઈ રૂા.૫૦ હજારની ખંડણીની માંગણી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ તાલુકાના હીમાલા અને કોટડાખુર્દ ગામે રહેતા વિકાસભાઈ કમલાભાઈ ડામોર અને સંજયભાઈ બચુભાઈ ડામોરનાએ ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ જુનાગઢ જિલ્લામાં રહેતા ભરતભાઈ કાનાભાઈ ગરેજા અને જયદીપભાઈ શક્તિદાન ગઢવીનાઓની ટ્રકથી એક્સીડેન્ટ થયેલ હોય જેનો લાભ લઈ નાણાં પડાવવાના ઈરાદાથી જયદીપભાઈ શક્તિદાન ગઢવીને વિકાસભાઈ અને સંજયભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયા હતાં અને જયદીપભાઈને છોડવવા માટે ભાવેશબાઈ જીતુભાઈ ડાંગરને ફોન કરી રૂા.૫૦,૦૦૦ ની માંગણી કરતાં આ સંબંધે ભરતભાઈ કાનાભાઈ ગરેજા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: