ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ચાર ઈસમોએ ગૌવંશનું કતલ કરતાં એક પોલીસની પકડમાં
દાહોદ તા.૨૧
ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ચાર જેટલા ઈસમોએ એક કોતરમાં ખુલ્લામાં ગૌવંશનું કતલ કરી રૂા.૨૮૦૦નો ગૌવંશનો બગાડ કરતાં પોલીસે ચાર પૈકી એકને ઝડપી પાડ્યો જ્યારે ત્રણ જણા પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
વિપુલભાઈ માનસીંગભાઈ ડામોર (રહે.બોરીયાળા), તુસારભાઈ રમેશભાઈ ખરાડ (રહે.બોરીયાળા), રાજુભાઈ કેશાભાઈ કટારા અને મલાભાઈ ચુનીયાભાઈ કટારા (બંન્ને રહે.વાંકીયા) નાઓ ગત તા.૧૯મી જાન્યુઆરીના રોજ ગામમાં આવેલ દિવાનીયાવાડ સીમાનાડાની કોતરમાં ખુલ્લામાં ગૌવંશનું કતલ કર્યું હતું અને આ અંગેની પોલીસને માહિતી મળતાંની સાથે જ પોલીસ જવાનો આ સ્થળે દોડી ગયા હતાં જ્યા પોલીસને જાેતા વેંત ચારેયમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં પરંતુ પોલીસે વિપુલભાઈની અટક કરી હતી જ્યારે બીજા મોટરસાઈકલ પર સવાર થઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી રૂા.૨૮૦૦ની કિંમતની ગૌમાંસ કબજે લઈ તમામ વિરૂધ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod