સંજેલીના ગોવિંદાતળાઈ ગામે લુંટારૂઓનો આતંક ઃ એક પરિવારને બાનમાં લઈ રૂા.૧.૬૦ લાખની મત્તાની લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે એક ઘરમાં મારક હથિયારો સાથે ઘસી આવેલ લુંટારૂઓએ પરિવારને બાનમાં લઈ મારી નાંખવાની ધાકધમકીઓ આપી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૧.૬૦ લાખની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં પંથકમાં લુંટારૂઓના આ આતંકને પગલે ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.
#Sindhuuday Dahod