કર્ણાટકના શિવમોગામાં ડાયનામાઈટ બ્લાસ્ટઃ ૮નાં મોત, અનેક ઘરોના કાચ તૂટ્યા


(જી.એન.એસ)બેંગ્લુરૂ,તા.૨૨
કર્ણાટકના શિવમોગામાં મોડીરાત્રે ડાયનામાઈટ બ્લાસ્ટમાં ૮ લોકોના મોત થયાના સમાચાર છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં મોડી રાત્રે આંચકા અનુભવાયા હતા. બેંગલુરુથી લગભગ ૩૫૦ કિલોમીટર દૂર આવેલા શિવમોગામાં લોકોએ જાેરથી અવાજ સાંભળવાની વાત કરી છે. આ ઘટના ૨૧ જાન્યુઆરીએ રાત્રે ૧૦.૨૦ વાગ્યે બની હતી. વિસ્ફોટ એટલો ઝડપી હતો કે ઘણા મકાનોના કાચ તૂટી ગયા હતા. લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આ અવાજ ભૂકંપ હોઈ શકે છે અથવા જેટના પરીક્ષણવી હોઈ શકે છે. પરંતુ હવે ખબર પડી છે કે તે ડાયનામાઈટ બ્લાસ્ટ હતો. આ બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ઉચ્ચ તપાસના આદેશ આપ્યા છે અને દોષિતોને કડક સજા કરવાની વાત કરી છે.
ઘટના અંગે સોશિયલ મીડિયા પર પહેલેથી જ બ્લાસ્ટમાં કેટલાય લોકોના મોતના સમાચાર વહેતા થયા હતા. હવે શિવમોગાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શિવકુમારે કહ્યું છે કે હુનાસોડુ ગામમાં રેલ્વે ક્રશર સાઇટ પર થયેલો બ્લાસ્ટ ડાયનામાઇટનો હતો, જેમાં ઓછામાં ઓછા ૮ લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટ શિવમોગા શહેરથી આશરે ૬ કિ.મી.ના અંતરે થયો હતો. અત્યારે પોલીસ સ્થળ પર છે અને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે અને ઘટનાના કારણ અને ગંભીરતાની તપાસ કરવાના પ્રયાસો ચાલુ છે.
વિસ્ફોટના અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા હતા અને ઘરથી બહાર આવી ગયા અને શેરીઓમાં ભેગા થઈ ગયા. લોકો એક-બીજા સાથે વાત કરી રહ્યા હતા કે અવાજ શેનો છે. લોકો ભૂંકપ છે કે કંઈક બીજુ તેવા પણ સવાલો કરી રહ્યા હતા.
શિવમોગામાં થયેલો ડાયનામાઈટ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના કેટલાય ઘરોના કાચ તૂટી ગયા હતા. એટલું જ નહીં, કેટલાય મકાનોના દિવાલમાં તિરાડો પડી ગઈ અને છત પણ ધરાશાયી થઈ ગઈ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
થોડા મહિના પહેલા મે મહિનામાં પણ બેંગલુરુમાં એવો જ ધડાકો થયો હતો. જેથી લોકો ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ પાછળથી એવું બહાર આવ્યું હતું કે ભારતીય વાયુસેનાના ફાઇટર જેટએ પરીક્ષણ દરમિયાન સોનિક બૂમ બૈરિયર તોડ્યું હતું. આ વખતે પણ લોકો આના જેવો અનુમાન લગાવી રહ્યા હતા, પરંતુ તે જેટ પરીક્ષણ નહીં પરંતુ ડાયનામાઈટ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: