દાહોદમાં આમંત્રિતોની ઉપસ્થિતિમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે : રાષ્ટ્રીય પર્વની ભાવના ઉજાગર કરવા નાગરિકો પોતાના ઘરને અને વેપારીઓ પોતાની દૂકાનોને રોશનીથી શણગારવા કલેક્ટરશ્રીની અપીલ

દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, આગામી ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં થનારી છે. કોરોના વાયસરની સ્થિતિની કારણે માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં જ આ ઉજવણી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
શ્રી ખરાડીએ ઉમેર્યું કે, તા.૨૬ના રોજ આમંત્રિતોને સવારના ૮.૩૦ વાગ્યા પહેલા કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. એ માટે કલર કોડ પ્રમાણે પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે અને એ જ પ્રમાણે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેડ કલર માટે રેલ્વેના મેદાનમાં, ગોલ્ડન અને સિલ્વર કલર માટે પોલીટેકનિક કોલેજ તથા ઇજનેરી કોલેજના મેદાનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સામાજિક અંતરનું પાલન કરવું, માસ્ક પહેરવું અને સેનિટાઇઝરના ઉપયોગથી વારંવાર હાથ સાફ કરતા રહેવું પડશે.
કલેક્ટરશ્રીએ દાહોદ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની આહ્લેલ જાગે એ માટે નાગરિકો અને વેપારીઓને પોતાના વેપારરોજગાર તથા ઘરોને રોશનીથી શણગારવા પણ અપીલ કરી છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: