દાહોદમાં ૧૫૨ ટીકીટ વાચ્છુકોએ ભાજપમાંથી ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવી
દાહોદ તા.૨૭
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ દાહોદ જિલ્લામાં સર્વ રાજકીય દળો દ્વારા ટીકીટ મેળવવા સહિતની ગતિવિધિઓ આરંભી દીધી છે ત્યારે આજે દાહોદ શહેરમાં ભાજપના નીરીક્ષકો આજે દાહોદ આવ્યાં હતાં આ દરમ્યાન દાહોદમાંથી અલગ અલગ વોર્ડમાંથી કુલ ૧૫૨ લોકોએ ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવતાં નીરીક્ષકો પણ જાણે કોણે ટીકીટ આપવી અને કોણે ન આપવી? જેવી મુશ્કેલીમાં મુકાતાં પણ જાેવા મળ્યાં હતાં.
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તારીખની જાહેરાત થતાંની સાથે દાહોદ જિલ્લા ભાજપા, કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોમાં ટીકીટ મેળવવા ધમપછાડાઓ ચાલી રહ્યાં છે. કોઈ ઉચ્ચસ્તરીય રજુઆતો, લાગવગોનો દૌર આરંભ કરી રહ્યાં છે તો કોઈ વ્હાલા – દવલાની નિતી અપનાવતાં પણ જાેવા મળી રહ્યાં છે તો કોઈ ટીકીટની લ્હાયમાં પક્ષ પલ્ટો પણ કરી રહ્યાં છે ત્યારે આવા સમયે આજે દાહોદ શહેરમાં ભાજપના નીરીક્ષકોના આગમન સાથે જ દાહોદ શહેરના ભાજપના ઉમેદવારો ઉત્સાહીત સાથે ટીકીટ મેળવવાની લાલસાએ દોડધામોના દ્રશ્યો પણ કરતાં જાેવા મળ્યાં હતાં. દાહોદ શહેરમાંથી આજે કુલ ૧૫૨ લોકોએ ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવી હતી જેમાંથી વોર્ડ નંબર ૦૧માંથી ૧૫, વોર્ડ નંબર ૦૨માંથી ૧૬, વોર્ડ નંબર ૦૩માંથી ૧૨, વોર્ડ નંબર ૦૪માંથી ૨૩, વોર્ડ નંબર ૦૫માંથી ૧૮, વોર્ડ નંબર ૦૬માંથી ૧૩, વોર્ડ નંબર ૦૭માંથી ૨૦, વોર્ડ નંબર ૦૮માંથી ૧૮ અને વોર્ડ નંબર ૦૯માંથી ૨૭ એમ કુલ ૧૫૨ લોકોએ ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવી છે.
#Sindhuuday Dahod