દાહોદ તાલુકાના ખરેડી ગામે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રકને ચાલુ કરી ચાલુ ટ્રકે ઉતરી ટ્રક ચલાવવા જતા ટ્રકની આગળના બમ્પર અને પિલ્લર વચ્ચે
દાહોદ તા.૨૪
દાહોદ તાલુકાના ખરેડી ગામે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રકને ચાલુ કરી ચાલુ ટ્રકે ઉતરી ટ્રક ચલાવવા જતા ટ્રકની આગળના બમ્પર અને પિલ્લર વચ્ચે આવી જતા ટ્રક ચાલકનુ ઘટના સ્થળે જ માતે નીપજ્યાનુ જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલ મેગા જી.આઈ.ડી.સી. ખાતે રાજેશભાઈ રામશંકરભાઈ પાંડે(રહે.લક્ષ્મી બા પાર્ક સોસાયટી,વડોદરા) ચાલુ કરી બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવ્યા બાદ ચાલુ ટ્રકે ટ્રકમાંથી ઉતરી ટ્રક ચલાવવા લાગતા તે જ સમયે ટ્રકની આગળના બમ્પર તથા ગેટના પિલ્લર સાથે ટ્રકના ડ્રાઈવર રાજેશ રામશંકર પાંડે અથડાતા રામશંકર પાંડેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેમનુ ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતુય
આ સંબંધે ટ્રકના કંડક્ટર પ્રભુભાઈ ગુલાબસિંહરાજપુત(રહે. જીરવાઈ, તા.ટોકખુડદુ, જિ.દેવાસ, મધ્યપ્રદેશ) દ્વારા દાહોદ તાલુકાના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

