દેવગઢ બારીઆના લવારીયા ગામે ઈકો ફોર વ્હીલર ગાડી પલ્ટી ઃ એકનું મોત ઃ અન્ય સારવાર હેઠળ

દાહોદ તા.૩૧
દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબાજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં કેટલાક પેસેન્જરો પૈકી એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા પેસેન્જરોને શરીરે ઈજાઓ પહોંચતા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે પટેલ ફળિયામાં રહેતો લક્ષ્મણભાઈ ધુળાભાઈ બારીયાએ ગત તા.૨૯મી જાન્યુઆરીના રોજ પોતાના કબજાની ઈક્કો ફોર વ્હીલર ગાડીમાં પેસેન્જરો ભરી લવારીયા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં અંદર બેઠેલ સોમાભાઈ મંગાભાઈ બારીયા, બળવંતભાઈ શનાભાઈ બારીયા વિગેરે પેસેન્જરો ગાડીમાંથી બહાર પટકાયા હતા જેને પગલે સોમાભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તેઓને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સોમાભાઈનું મોત નીપજતાં આ સંબંધે લવારીયા ગામે પટેલ ફળિયામાં રહેતા ચીમનભાઈ મંગાભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#SIndhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!