લીમખેડા નગરમાં જમીન સંબંધી મામલે એક મહિલા સહિત ત્રણ જણાએ રૂા.૧.૫૦ લાખની છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં જમીન સંબંધી મામલે બે મહિલા સહિત ચાર જણાએ એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી રૂા.૧,૫૦,૦૦૦ની ઠગાઈ કરતાં ઠગાઈનો ભાગે બનેલ વ્યક્તિ દ્વારા લીમખેડા પોલીસ મથકે ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લીમખેડા નગરમાં માર્કેટ યાર્ડની સામે રહેતાં ધોળીબેન બાદલભાઈ બારીઆ, સંજયભાઈ બાદલભાઈ બારીઆ, મનિષાબેન શૈલેષભાઈ હઠીલા અને બાબુ ઉર્ફે રાકેશભાઈ બાદલભાઈ બારીઆ નાઓએ ગત તા.૨૩મી ૨૩મી સપ્ટેમ્બર થી લઈ તારીખ ૧૧.૦૩.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન લીમખેડા ગામે આવેલ જમીન સર્વે નંબર ૩૪ પૈકી ૧ વાળી જમીનમાંથી ૬૬ ફુટ પહોળાઈ અને ૪૫ લંબાઈના માપની જમીન રૂા.૪,૬૧,૦૦૦માં વેચાણ માટે ઝાલોદ તાલુકાના મુણધા ગામે રહેતા દલસિંહ ચુનિયાભાઈ ભેદીની સાથે નક્કી કરી હતી અને તેમાં કિંમત પેટે રૂા.૧,૫૦,૦૦૦ દલસિંહભાઈએ આપ્યાં હતાં. આ બાદ દલસિંહભાઈએ ચુકવી આપવા માટે જણાવ્યું હતું અને આ જમીનનો કબજાના માંગણી કરતાં ઉપરોક્ત ચારેય જણાએ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન તમોને આપવાના નથી અને તમે આપેલા નાણાં પણ આપવાના નથી તેમ કહી એકદમ ઉશ્કેરાયા હતાં અને દલસિંહભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત, ઠગાઈ કરતાં આ સંબંધે દલસિંહભાઈ ચુનીયાભાઈ ભેદી દ્વારા આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.