મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : અકોલામાં લોકડાઉન લાગુ કરાયું : નાગપુર, અકોલા સિવાય પુણેમાં પણ નાઈટ કફ્ર્યું લગાવવામાં આવ્યો


(જી.એન.એસ.)મુંબઈ,તા.૧૨
મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે નાગપુર પછી અકોલામાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે ૮ વાગ્યાથી સોમવાર સવારના ૮ કલાક સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
નાગપુર, અકોલા સિવાય પુણેમાં પણ નાઈટ કફ્ર્યું લગાવવામાં આવ્યો છે. પુણેમાં રાત્રીના ૧૧ કલાકછથી સવારના ૬ વાગ્યા સુછી નાઈટ કફ્ર્યુ લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ૩૧ માર્ચ સુછી તમામ સ્કૂલ, કોલેજને પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ પુણેમાં હોટલ, બાર રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી બંધ રહેશે, આજ નિયમ મોલ થિયેટર પર પણ લાગુ પડશે.
મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો પ્રકોપ વકરી રહ્યો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી છે. હવે ગમે તે ઘડીએ લોકડાઉન લાગું કરાય એવા સંકેતો મુખ્ય પ્રધાને આપ્યા છે. લોકોએ આવા સંકટના સમયમાં લાપરવાહી વર્તવી નહિ. કાળજી રાખવી અને કોરોના સંદર્ભેના નિયમોને સખતાઇથી પાલન કરવાની અપીલ સુદ્ધા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!