દાહોદ જિલ્લામાં પ્રોહીના બે બનાવોમાં પોલીસે કુલ રૂા.૫૪ હજારના પ્રોહી જથ્થો કબજે કર્યાે
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લામાં પ્રોહીના બનેલા બે બનાવોમા પોલીસે કુલ રૂા.૫૪,૬૮૫ના પ્રોહી જથ્થા સાથે એકની અટક કર્યાનું જ્યારે એક પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાનું જાણળા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦મી માર્ચના રોજ ખોસ ફળિયામાં રહેતો કલસીંગભાઈ મડુભાઈ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી રેડ પાડી હતી અને આ દરમ્યાન કલસીંગભાઈ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલો નંગ.૨૩૬ કિંમત રૂા.૨૬,૦૦૫નો પ્રોહી મુદ્દામાલ કબજે લઈ કલસીંગભાઈ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦મી માર્ચના રોજ લીમખેડા તાલુકાના ભીમપુરા ગામે બામણીયા ફળિયામાં રહેતી શારદાબેન શંકરભાઈ સંગાડા પાલ્લી ગામે પોતાની સાથે મીણીયાના થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ હેરાફેરી કરવાના ઈરાદે ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ પોલીસને તેની ઉપર શંકા જતાં તેની પાસેના મીણીયાના થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બીયરની બોટલો નંગ.૧૬૮ કિંમત રૂા.૨૮,૬૮૦ના પ્રોહી જથ્થા સાથે શારદાબેનની અટકાયત કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.