ફતેપુરાના સુખસર મુકામે મોબાઈલ ફોનમાં હારજીતનો પૈસા વડે જુગાર રમી રહેલ બે યુવકોને પોલીસે ઝબ્બે કર્યાં
દાહોદ તા.૦૪
ફતેપુરા તાલુકાના સુખસર મુકામનો એક ચકચાર મચાવી મુકનાર કિસ્સો સામે આવ્યો છે. સુખસર મુકામે રહેતાં બે યુવકો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં લુડો કિંગ કેમ ડાઉનલોડ કરી મોબાઈલના શોશિયલ મીડીયામાં ગ્રુપ બનાવી પોતે એડમીન બની અને લુડો કિંગ કેમ મારફતે પૈસા વડે જુગાર રમી અને બીજાઓને જુગાર રમવા માહિતગાર કરતાં આ અંગેની જાણ સુખસર પોલીસને થતાં સુખસર પોલીસ દ્વારા બંન્ને યુવકોની મોબાઈલ ફોન સાથે અટકાયત કરતાં પંથકમાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં યુવાઓના વાલીઓ અચંબામાં મુકાયાં હતાં.
યુવા પેઢીઓ માટે આજનો આધુનિક જમાનો ફાયદા કારક પણ છે પરંતુ તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક નુકસાન કારક પણ નિવડી રહ્યો છે. ખાસ કરીને પોતાના બાળકો મોબાઈલ ફોનમાં કયાં એપ, કંઈ સાઈડ અને કેવા પ્રકારનો શોશીયલ મીડીયાનો ઉપયોગ કરી રહ્યાં છે તેની ઉપર નજર રાખવી માતા – પિતાને હાલના સમયમાં અત્યંત આવશ્યક બની રહ્યું છે. શોસીયલ મીડીયા અને મોબાઈલ ફોન જેવા આધુનિક સાધનોના વપરાશને કારણે તેનો સદ્ઉપયોગ કરવાને જગ્યોએ યુવાધન ક્યાંકને ક્યાંક અવળા રસ્તે ચઢી જતાં હોય છે. આવોજ એક કિસ્સો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર મુકામે બનવા પામ્યો છે. ગત તા. ૦૩જી એપ્રિલના રોજ સુખસર મુકામે પંચાલ ફળિયામાં રહેતાં દિવ્યાંગ નાથુલાલ ગેલોત અને હરપાલ નાથુલાલ ગેલોત દ્વારા એકબીજાના મેળાપીપણામાં પોત પોતાના મોબાઈલ ફોનમાં લુડો કિંગ ગેમ ડાઉનલોડ કરી હતી. આ બાદ બંન્નેએ વોટ્સએપ માધ્યમથી એચ.પી. કિંગ લુડો ૫% નામનું ગ્રુપ પણ બનાવ્યું હતું અને પોતે આ ગ્રુપના એડમીન બન્યાં હતાં. આ ગ્રુપમાં અન્ય સભ્યોને પણ એડ કર્યાં હતાં અને લુડો કિંગ ગેમ ઉપર જુગાર રમવા માટે અન્યોને પણ માહિતીગાર કરી લુડો ગેમ રમવા માટે આર્થિક લાભ મેળવવા સારૂ પૈસા નક્કી કરી જાહેરમાં જુગાર રમાડી નસીબ અજમાવી જુગાર રમતા હોવાની પોલીસને માહિતી મળતાં પોલીસ આ બંન્ને યુવકો પાસે પહોંચી ગયાં હતાં અને મોબાઈલની તપાસ કરતાં ઉપરોક્ત હકીકત સામે આવી હતી. આ બાદ પોલીસે ઉપરોક્ત બંન્ને જણાની અટકાયત કરી તેઓના બે મોબાઈલ ફોન કિંમત રૂા.૩૦,૦૦૦૦ ના પણ કબજે લઈ સુખસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.