ઝાલોદના લીમડી નગરમાંથી ચોરીની ૦૬ મોટરસાઈકલો સાથે ત્રણ જણાની અટક કરતી પોલીસ

દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથક વિસ્તારમાંથી ગતરોજ બે મોટર સાઇકલ પર પસાર થઇ રહેલ ત્રણ ઇસમોને પોલીસે ઉભા રાખી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની સઘન પૂછપરછ દરમિયાન આ મોટર સાઇકલ ચોરીની હોવાનું કબૂલતાં કરતા પોલીસે ત્રણે મોટરસાયકલ ચોરો પાસેથી વધુ ચાર જેટલી ચોરીની મોટરસાયકલ મળી કુલ છ મોટરસાયકલ સાથે ઝડપી પાડતા પોલીસને મોટર સાયકલ ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ગત તારીખ ૩જી એપ્રિલના રોજ નરેશભાઈ રાલુભાઈ મુનિયા રહેવાસી અલીરાજપુર તાલુકો થાંદલા જિલ્લો ઝાબુઆ મધ્ય પ્રદેશ, સુપરભાઈ શામજીભાઈ મુનિયા રહેવાસી અલીરાજપુર તાલુકો થાંદલા જિલ્લો ઝાબુઆ મધ્ય પ્રદેશ અને હિંમતભાઈ પર્વતભાઈ બારીયા રહેવાસી મોરવા હડફ જીલ્લો પંચમહાલ આ ત્રણેય જણા પોતાની સાથે બે મોટરસાઈકલ પર સવાર પણ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસને તેઓને ઉપર શંકા જતાં તેઓને મોટરસાયકલ સાથે રાખ્યા હતા અને પૂછપરછ કરી હતી પરંતુ ઉપરોક્ત ત્રણે સમાજ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ તેને ભીપી ગઈ હતી અને તેઓને પોલીસ મથકે લાવી તપાસનો ધમધમાટ આરંભ કરતાં ઉપરોક્ત ત્રણેય જણાએ આ બંને મોટર સાઇકલ ચોરીની હોવાનું કબુલાત કર્યું હતું તેઓની વધુ પુછપરછ અન્ય ચોરીની ચાર મોટરસાયકલો પણ પોલીસે તેઓના આશ્રય સ્થાનેથી કબજે કરી લાવી હતી, આમ, ચોરીની કુલ છ મોટર સાયકલો જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશની મોટર સાયકલનો સમાવેશ થાય છે.
