મધ્યપ્રદેશ ઝાબુઆ જિલ્લાના થાદલા નજીક સેમલપાડા ગામના એક ઝાડ પર યુવક – યુવતીની લાશ લટકતી જાેવા ચકચારઃયુવક દાહોદનો જયારે યુવતીની ઓળખ છતી ન થઇ : મોબાઈલ ફોન તેમજ આધાર કાર્ડના આધારે યુવકની ઓળખ છતી થઇ : મધ્યપ્રદેશ પોલીસે પરિવારજનોને જાણ કરી : ઝાડ પર લટકેલા યુવક યુવતી પ્રેમીપંખીડા હોવાની આશંકાઃ હત્યા કે આત્મહત્યા? શંકા-કુશંકાઓની વચ્ચે પોલીસ તપાસમાં જાેતરાઇ

દાહોદ તા.૦૫
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના સેમલપાડા ગામના કાળીરૂંડી ફળીયાના એક ઝાડ પર યુવક-યુવતીની લાશ લટકતી જાેવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાેકે ઝાડ પર લટકેલા યુવક યુવતી બન્ને પ્રેમી પંખીડા હોવાનું સ્થાનિકોમાં છૂપો ગણગણાટ જાેવા મળી રહ્યું છે ત્યારે થાદલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને યુવતીની લાશને કબજાે લઇ બંનેના સગા વ્હાલાઓનો સંપર્ક કર્યાનું જાણવા મળેલ છે.
મધ્યપ્રદેશના થાંદલા નજીક સેમલપાડા ગામના કાલિરૂંડી ફળિયાના એક ઝાડ પર એક યુવતીની લાશ મળી આવતા ગ્રામજનોએ સરપંચ દેવાભાઇ ડામોરને જાણ કરતા સરપંચ દેવા ડામોરે થાદલા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી.અને બન્ને લાશની તલાશી લેતા તેમાંથી યુવક પાસેથી મોબાઈલ ફોન તેમજ આધારકાર્ડ મળી આવ્યો હતો. જેમાં મરણજનાર યુવક દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અપલોડ ૨૨ વર્ષીય નિલેશભાઈ રમેશભાઈ બારીયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે યુવતી અંગે કોઈ ઓળખ છતી ન થઇ હતી જેથી પોલિસે યુવકના સગા સંબંધીઓને જાણ કરી અત્રે બોલાવ્યા છે.જે બાદ આ યુવતીની ઓળખ છતી થશે તેમ થાદલાના પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.


