દેવગઢ બારીઆના નાડાતોડ ગામે બે યુવકોએ એક સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાે
દાહોદ તા.૧૪
દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામે એક ૧૭ વર્ષીય સગીરાને બે યુવકોએ સગીરાનું અપહરણ કરી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે બંન્ને યુવકોની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ધાનપુર તાલુકાના ગડા ડભવા ગામે રહેતો હરેશભાઈ ચીકાભાઈ બારીઆએ ગત તા.૦૨ એપ્રિલના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો ત્યાર બાદ આ હરેશભાઈ દ્વારા તેના જ ગામમાં રહેતા દલપતભાઈ સાયબાભાઈ બારીઆને ત્યાં તેની પત્નિ તરીકે રાખવા સારૂ મોકલી દેતાં ત્યાં આ દલપતભાઈએ પણ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
આ બંન્ને યુવકોની ચંગુલમાંથી છુટી સગીરા પરિવારજનો પાસે આવી તમામ હકીકતથી વાકેફ કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને સગીરાને લઈ પરિવારજનો દેવગઢ બારીઆ પોલીસ મથકે આવી ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ પોલીસમાં સગીરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંન્ને યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.