દાહોદ તાલુકામાં પરણિતાના ફોટા સાથે અશ્લિલ લખાણ લખી શોસીયલ મીડીયામાં ફોટો વાઈરલ કરતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૦૪
અજાણ્યા ત્રણ જેટલા મોબાઈલ નંબરના ધારકો દ્વારા દાહોદ તાલુકામાં રહેતી એક ૩૪ વર્ષીય પરણિતાના ફોટામાં પરણિતાના વિશે અશ્વિલ લખાણ લખી ફોટો સોશિયડલ મીડીયામાં વાઈરલ કરી દઈ આબરૂને હાની પહોંચાડતાં આ સંબંધે પરણિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોબાઈલ નંબર ૧ – ૯૩૮૮૩૯૨૫૯૩, ૯૧ – ૭૯૪૮૯૯૯૮૧૦ અને ૯૧ – ૭૯૯૦૯૩૪૩૪૧ ના મોબાઈલ નંબરના ધારકો દ્વારા દાહોદ તાલુકામાં રહેતી એક ૩૪ વર્ષીય પરણિતાના ફોટામાં અશ્લિલ લખાણ લખી ફોટા શોશીયલ મીડીયાના વોટ્સએપ પર વાઈરલ કરી પરણિતાની ઈજ્જત, આબરૂને હાનિ પહોંચાડી તથા અજાણ્યા ૯૧ – ૭૯૪૮૯૯૯૮૧૦ના ધારકે પતણિતાના પતિને આ બાબતે ધાકધમકી પણ આપી હતી અને અન્ય મોબાઈલ ધારકના ઈસમે ખરાબ આક્ષેપો કરતાં આ સંબંધે પરણિતાએ ઉપરોક્ત ત્રણેય મોબાઈલ નંબરના ધારકો સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.