સંજેલી તાલુકાના પીછોડા ગામે ફાઈનાન્સ કર્મચારી લુંટાયો : રૂા.૬૪ હજારની બેગ ઝુટવી ચોર ફરાર
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પીછોડા ગામે એક એક્ટીવ પર સવાર ત્રણ જેટલા ઈસમોએ એક ફાઈનાન્સ કંપનીના કર્મચારીની મોટરસાઈકલને ધક્કો મારી પાડી દઈ બેગમાં મુકી રાખેલ હપ્તાના વસુલાતના નાણાં, એક ટેબલેટ વિગેરે મળી કુલ રૂા.૬૪,૬૮૦નો મુદ્દામાલ ભરે બેગ ઝુટવી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ તાલુકાના ભંભોરી ગામે સંગાડીયા ફળિયામાં રહેતા હીરાસીંગભાઈ માલુભાઈ સંગાડીયા ગત તા. ૦૬ મે ના રોજ ફાઈનાન્સ કંપની ઉઘરાણી માટે પીછોડા ગામે ગયા હતાં અને ત્યાંથી હપ્તાના નાણાંની ઉઘરાણી કરી પરત ફરી રહ્યાં હતાં. આ દરમ્યાન પીછોડા ગામે એક એક્ટીવ ટુ વ્હીલર ગાડી પર સવાર ત્રણ અજાણ્યા ઈસમો જેઓએ સફેદ કલરનો શર્ટ તથા જીન્સનું પેન્ટ વિગેરે પહેરેલ ઈસમોએ આ હીરાસીંગભાઈની મોટરસાઈકલને ચાલુ ગાડીએ ધક્કો મારી પાડી દીધા હતાં અને બેગમાં ભરી રીખેલ રોકડા રૂપીયા ૬૨,૬૮૦, એક ટેબલેટ કિંમત રૂા.૨૦૦૦ વિગેરે મળી કુલ રૂા.૬૪,૬૮૦નો મુદ્દામાલ ભરેલ બેગ ઝુટવી અજાણ્યા ઈસમો ફરાર થઈ જતાં આ સંબંધે હીરાસીંગભાઈ માલુભાઈ સંગાડીયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.