દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ વધુ ૦૫ દુકાનો સીલ કરાઈ
દાહોદ તા.૧૩
દાહોદ શહેરમાં જાહેરનામાના ભંગ તેમજ સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે તંત્ર દ્વારા આજે વધુ ૫ દુકાનો શીલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને દુકાનો તેમજ રોજગાર ધંધા ઉપર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા દાહોદ શહેરમાં ઘણી દુકાનોને દુકાનોને જાહેરનામાના ભંગ બદલ અગાઉ સીલ કરવામાં આવી હતી ત્યારે આજે દાહોદ નગરપાલિકા, પોલીસ તંત્ર, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમ દાહોદ શહેરમાં નીકળી હતી. આ સાથે જ પાંચ દુકાનો સીલ કરવામાં આવી હતી. પાંચ દુકાનો પૈકી એક ગણેશ હોજીયરી, ડોનીયર કપડાંની દુકાન, રાજ એમડરી, ભારત જનરલ સ્ટોર અને દ્બૈ મોબાઇલની દુકાનને જાહેરનામાના ભંગ બદલ સીલ કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં છેલ્લા એક સપ્તાહના સમયગાળા દરમ્યાન તંત્ર દ્વારા ૨૦ થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. હાલ દાહોદ શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઓછો થતો જાેવા મળી રહ્યો છે અને જિલ્લાવાસીઓએ પણ રાહત અનુભવી છે ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારીને ધ્યાનમાં રાખી હાલ પણ તંત્ર એલર્ટ છે અને બજારોમાં ચાંપતી નજર પણ રાખી રહી છે.