છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩.૪૩ લાખ કેસ નોંધાયા, ૪૦૦૦ દર્દીના મોત : દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટ્યા પરંતુ મૃત્યુઆંક ડરામણો : દેશમાં બે કરોડ લોકો કોરોનાથી સ્વસ્થ થયા, ૩.૪૩ લાખ પોઝિટિવ દર્દી સામે ૩.૪૪ લાખ સાજા થયા
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૪
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત જાેવા મળી રહ્યો છે. જાે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં થોડી કમી જરૂર આવી છે. ૨૪ કલાકમાં કોરોનાના ૩.૪૩ લાખ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે હાલના થોડા દિવસો કરતાં થોડા ઓછા છે. જાે કે મોટી ચિંતા એ વાતની છે કે, મોતનો આંકડો હજુ પણ ૪ હજારની આસપાસ જ જાેવા મળી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩,૪૩,૧૪૪ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ ૪૦૦૦ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવા કેસો ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને ૨,૪૦,૪૬,૮૦૯ પર પહોંચી ચૂક્યો છે. જેમાંથી ૨ કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યાં છે.
જાે કે રાહતની વાત એ રહી કે, ૩,૪૪,૫૭૦ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ મહિને આવું ત્રીજી વખત થયું છે, જ્યારે નવા દર્દીઓની તુલનામાં વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોય. અગાઉ ૪ દિવસ પહેલા ૧૦મીં મેના રોજ ૩.૨૯ લાખ નવા કેસ સામે ૩.૫૫ લાખ દર્દીઓ સ્વસ્થ થયા હતા. બીજા દિવસે ૧૧મીં મેના રોજ ૩.૪૮ લાખ નવા કેસ સામે ૩.૫૫ લાખ દર્દીઓ રિકવર થયા હતા.
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં કમી જાેવી મળી રહી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૨ હજાર જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે ૮૫૦ના મરણ નોંધાયા છે. જાે કે રાજ્યમાં હજુ પણ ૫.૩૩ લાખ એક્ટિવ કેસો છે. હાલ રાજ્યમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં ૧૦ હજાર કરતાં વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૩૦૮ના મોત થયા છે. દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા ૮૦ હજારથી ઓછી થઈ ગઈ છે, જ્યારે રાજ્ય સરકારના મતે ઑક્સિજનનો વપરાસ પણ ઘટ્યો છે.
જાે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ હજાર જેટલા નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ૨૭૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ રાજ્યમાં ૨ લાખથી વધુ એક્ટિવ કેસો છે. રાજ્યમાં ભલે નવા કેસોમાં કમી આવી હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે.
એક તરફ કોરોનાની બીજી લહેર ચરમ પર છે, ત્યાં બીજી તરફ વૅક્સિનેશનન પણ મંદ ગતિએ ચાલી રહ્યું છે. દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વૅક્સિનેશન અભિયાન પર બ્રેક વાગી ગઈ છે. દિલ્હીમાં કોવેક્સિનનો સપ્લાય અટકી ગયો છે, તેના કારણે સેન્ટર્સ બંધ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ૧૮થી વધુ વયજૂથના લોકો માટે વૅક્સિન નથી. એવામાં કોરોના સામે જંગ કેવી રીતે જીતી શકાશે? તે એક મોટો પ્રશ્ન છે.
ઓડિશાની ભુવનેશ્વર જેલમાં ૧૨૦ કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાંથી ૨ લોકોનાં મોત પણ થયાં છે. ડ્ઢૈંય્ શુભાકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે કોરોનાના ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તેમજ ૪૪૯ કેદીને ૯૦ દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.