ફરી એકવાર પેટ્રોલમાં ૨૭ પૈસા અને ડિઝલમાં ૨૮ પૈસાનો વધારો


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૪
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો તમામ રેકોર્ડ તોડી દીધા છે. બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આજે ૪ જૂને સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલમાં ૨૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ ૮૬.૬૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. નોંધનીય છે કે આ પહેલા ૧ જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મે મહિનામાં સમયાંતરે ૧૭ વાર વધારો થયો હતો. આ વધારા બાદ પેટ્રોલ ૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું હતું. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ ૪.૬૦ રૂપિયાનો વધારો થયો હતો. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
|| દિલ્હી- પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૫.૬૬ રૂપિયા પ્રતિ લીટર છે.
|| મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૯૮ રૂપિયા અને ડીઝલ ૯૨.૯૯ રૂપિયા પ્રતિ લીટર છે.
|| ચેન્નઈ- પેટ્રોલ ૯૬.૨૩ રૂપિયા અને ડીઝલ ૯૦.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે.
|| કોલકાતા- પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૮.૫૧ રૂપિયા પ્રતિ લીટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: