Post Views:
414
દાહોદ તા.૦૭
દેવગઢ બારીઆ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના, ચાંદીના દાગી, રોકડા રૂપીયા મળી કુલ રૂા.૬૪,૮૦૦ની મત્તા ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.
દેવગઢ બારીઆ નગરમાં સ્ટેશન શેરી, શો રૂમની પાછળ રહેતાં ચંચલબેન ધર્મેન્દ્રકુમાર શર્માના બંધ મકાનને ગત તા.૦૫ જુનના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો. ઘરમાં મુકી રાખેલ સોના, ચાંદીના દાગી તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૬૪,૮૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ચંચલબેન ધર્મેન્દ્રકુમાર શર્માએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.