ઝાલોદનો વધુ એક કિસ્સો સામે આવ્યો : ૫૦ વર્ષીય વ્યક્તિના બેન્ક ખાતામાંથી રૂા.૧૪ હજાર ઉપાડી લેતાં અજાણ્યા ઈસમો
દાહોદ તા.૧૦
ઝાલોદ નગરમાં એક વ્યક્તિના ખાતામાંથી બારોબાર રૂપીયા ૧૪,૫૦૦ ઉપાડી લીધાનો બીજાે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ૫૦ વર્ષીય વ્યક્તિના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી રૂા.૧૪,૫૦૦ ખાતામાં ઉપાડી લઈ ઠગાઈ કર્યાેં હોવાનું જાણવા મળે છે.
હાલ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે અને મુળ ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે રહેતાં ૫૦ વર્ષીય ભરતભાઈ સુખાભાઈ ગામોડના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બેન્ક ખાતામાંથી ગત તારીખ ૨૫.૦૫.૨૦૨૧ ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી બેન્ક ખાતામાંથી રૂા.૧૪,૫૦૦ ઉપાડી લઈ ઠગાઈ કરતાં આ સંબંધે ભરતભાઈ સુખાભાઈ ગામોડે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.