દાહોદ ઉસરવાણ હેલીપેડ ખાતે ફરવા ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે લુંટની ઘટનાનો પર્દાફાશ : દાહોદ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં લુંટના ગુન્હાને અંજામ આપનાર ત્રણ પૈકી બેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં
દાહોદ તા.૧૬
ગત તા.૧૪મી જુનના રોજ દાહોદની કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થી દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે હેલીપેડ ખાતે ફરવા ગયાં હતાં જ્યાં મોટરસાઈકલ આવેલ ત્રણ લુંટારૂઓએ આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને બાનમાં લઈ તેઓની પાસેથી મોબાઈલ ફોન અને મોબાઈલની લુંટ ચલાવી ગયાની ઘટના બાદ પોલીસ મથકે આ ઘટનાની ફરિયાદ નોંધાતાં એક્શનમાં આવેલ દાહોદ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ટેકનીકલ માધ્યમોના આધારે આ ગુન્હાને અંજામ આપનાર બે જણાની અટકાયત કરી મોબાઈલ તેમજ રોકડા રૂપીયા કબજે કર્યાનું જાણવા મળે છે.
બે દિવસ અગાઉ દાહોદ લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે હોળી ફળિયામાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં ૨૨ વર્ષીય વિશાલભાઈ રાજેશભાઈ પટેલ અને તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતી ભુગેડી ગામની દિવ્યાબેન બંને જણા દાહોદ તાલુકાના ઉસારવણ ગામે આવેલ પર્યટક સ્થળ એવા હેલીપેડ ખાતે બપોરના એક વાગ્યાના આસપાસ ફરવા આવ્યાં હતાં. આ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર થઈ આવેલા ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ વિશાલભાઈ તથા દિવ્યાબેન પાસેથી મોબાઈલ ફોન નંગ – ૨ તેમજ રોકડા રૂ ૭૦૦૦ તથા ૫૦૦ તેમજ બે મોબાઇલ ફોનની કિંમત મળી કુલ રૂપિયા ૧૨,૮૦૦/- ની માતાની સનસનાટી ભરી ધોળે દિવસે લૂંટ કરી નાસી જતાં આ સંબંધે લુંટનો ભોગ બનેલ યુવક વિશાલ રાજેશભાઈ પટેલ દ્વારા આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે આ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એક્શનમાં આવેલ દાહોદ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો અને ઈ – ગુજકોપ પોકેટ કો મોબાઈલમાં અજાણ્યા અપાચી મોટરસાઈકલવાળાની સીરીઝનંબરતો નાંખતાં માલિક તરીકે પરમેશ્વર સમીરસિંહ પલાસ (રહે. મોટી ખરજ, તા.જિ.દાહોદ)નું આવ્યું હતું. આ પરમેશ્વર સમીરસિંહ પલાસના વિરૂધ્ધ અગાઉ ભરૂચ રેલ્વે પોલીસ મથકે, દાહોદ તાલુકાના કતવારા પોલીસ મથકે ગુનો પણ દાખલ થયેલ છે. મોટરસાઈકલના માલીકના ઘરે જતાં પરમેશ્વર ઘરે હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં પોતે તથા પોતાનો મિત્ર વિનોદભાઈ સંગ્રામભાઈ માવી (રહે. નાની ખરજ, તા.જિ.દાહોદ) તથા બીજાે મિત્ર અવિનાશ (રહે. દેલસર, તા.જિ.દાહોદ) નાઓ ભેગા મળી લુંટ કરી હોવાનું કબુલાત કરી હતી. વિનોદના ઘરે પણ જતાં પોલીસે પરમેશ્વર અને વિનોદ બંન્નેની અટકાયત કરી ગુનો નોંધી દાહોદ તાલુકા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.