દાહોદ જિલ્લામાં વહેલી સવારે ધમાકેદાર એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી

દાહોદ તા.૧૯

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયા વાતવરણ અને પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દાહોદ જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સારો એવો આજે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે લગભગ હવે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. આજના વરસાદને પગલે વાતાવરણાં ઠંડક પણ પ્રસરી હતી અને ખાસ કરીને ખેડુત મિત્રો ખેતીકામમાં પણ જાેતરાઈ ગયાં છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૮૪ મીમી વરસાદ વરસ્યો છે.

છેલ્લા કેટલાંક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા હાથતાળી આપી અદ્રશ્ય થઈ જતાં હતાં બીજી તરફ આકરા તાપને પગલે ગરમી અને બફારો પણ અસહ્ય થતો હતો જેને પગલે શહેર સહિત જિલ્લાવાસીઓ આવી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્યાં હતાં. ખાસ કરીને આણંદ, વડોદરા, અમદાવાદ જેવા શહેરમાં ગઈકાલે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે આજે દાહોદ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનના સુસવાટા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ, ધાનપુર, લીમખેડા ઝાલોદ, કતવારા, ગરબાડા જેવા તાલુકાઓ અને ગામોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. દાહોદ શહેરમાં પણ વરસાદ પડ્યો હતો. આજના વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ વરસાદી પાણીની રાહ જાેઈ બેઠેલા ધરતીપુત્રો આજના વરસાદી માહોલ વચ્ચે ખેતીકામમાં જાેતરાયાં છે. વાવણી સહિતની કામગીરીનો જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડુતો દ્વારા કામગીરી આરંભ કરી દેવામાં આવી છે.

સવારના ૦૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીના વરસાદના આંકડા નીચે મુજબ છે

તાલુકો મી.મી. વરસાદ

ગરબાડા ૦૦ મી.મી.
ઝાલોદ ૦૦ મી.મી.
દેવગઢ બારીઆ ૦૨ મી.મી.
દાહોદ ૦૦ મી.મી.
ધાનપુર ૦૩ મી.મી.
ફતેપુરા ૦૦ મી.મી.
લીમખેડા ૦૦ મી.મી.
સંજેલી ૦૦ મી.મી.
સીંગવડ ૦૦ મી.મી.

કુલ ૦૫ મી.મી.

જિલ્લામાં અત્યાર સુધીનો કુલ ૮૪ મી.મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: