ગરબાડાના અભલોડ ગામે નમકીન ભરેલ ટેમ્પાનો ચાલક લુંટાયો રૂા.૨૫ હાજરની લુંટ
દાહોદ તા.૨૧
ગરબાડા તાલુકાના અભલોડ ગામે એક નમકીન ભરેલ ટેમ્પાના ચાલકને બે મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા ચારેક જેટલા અજાણ્યા ચોર ઈસમોએ ટેમ્પાને આંતરી ચાલકને ગડદાપાટ્ટુનો માર મારી તેની પાસેથી રોકડા રૂપીયા ૨૫ હજાર અને એક મોબાઈલ ફોનની લુંટ કરી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.
દાહોદ તાલુકાના રળીયાતી ગામે સાંગા ફળિયામાં રહેતાં શૈલેષભાઈ મનસુખભાઈ માવી ગત તા.૧૯મી જુનના રોજ નમકીન અને દરેક પ્રકારના ફ્રેમ્સના પડીકાનો માલ સામાન લઈ અને પૈસાની ઉઘરાણી કરી ગરબાડા તાલુકાના અભલોડ ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન બે મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા ચાર જેટલા અજાણ્યા ચોર ઈસમોએ ટેમ્પાને આંતરી શૈલેષભાઈ મનસુખભાઈ માવીને ટેમ્પામાંથી નીચે ઉતાર્યાે હતો અને તેઓને ગડદાપાટ્ટુનો માર મારી તેઓની પાસેથી ઉઘરાણીના રોકડા રૂપીયા ૨૫ હજાર અને એક મોબાઈલ ફોન કિંમત રૂા.૫૦૦ એમ કુલ મળી ૨૫,૫૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં આ સંબંધે લુંટનો ભોગ બનેલ શૈલષભાઈ મનસુખભાઈ માવીએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.