ધાડ, લુંટ અને ઘરફોડ ચોરીના બીલીયા/ખજૂરીયા ગેંગના બે આરોપીઓ ને પકડવામાં દાહોદ પોલીસ ને સફળતા મળી

દાહોદ, તા.ર૭
ધાડ, લુંટ અને ઘરફોડ ચોરીના બીલીયા/ખજૂરીયા ગેંગના બે આરોપીઓ અરવીંદ નરસીંગ મિનામા રહે.ખજુરીયા તા.ગરબાડા તથા માનસીંગ ધારકા પલાસ રહે. ખજુરીયા મિનામા ફળીયાનાઓને દાહોદ ગરબાડા ચોકડી પુલ નીચેથી ઝડપી પાડવામાં તેમજ ધાડ, લુંટના ત્રણ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવામાં દાહોદ એલસીબી/એસઓજી તથા પેરોલ ફર્લો પોલીસને સફળતા સાંપડી હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જાયષરની સૂચના તથા માર્ગદર્શન હેઠળ બનતા ગુનાઓને અટકાવવા તથા નાસતા ફરતા પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા દાહોદ ગરબાડા ચોકડી પર બપોરના સમયે દાહોદ એલસીબી પીઆઈ એચ પી કરેણ, એસઓજી પી આઈ બી આર સંગાડા, પીએસઆઈ આર જી ખાંટ, પીએસઆઈ બી જી રાવલ, પીએસઆઈ બી વી જાદવ, તથા પેરોલ ફર્લો પીએસઆઈ આર પી ડોડીયા તથા એલસીબી, એસઓજી તથા પેરોલ ફર્લોના સ્ટાફના પોલીસ જવાનો ભેગા મળી જરૂરીવોચ ગોઠવી પોતાના શિકારની રાહ જાઈ રહ્યા હતા. તે દરમ્યાન મળેલ આધારભુત માહિતીના આધારે માહિતીમાં દર્શાવેલ હુલીયાવાળા ધાડ, લુંટ અને ઘરફોડ ચોરીના ગુનાના નાસતા ફરતા આરોપી ગરબાડા તાલુકાના ખજુરીયા ગામના મિનામા ફળીયાના અરવીંદ નરસીંગભાઈ મિનામા તથા માનસીંગભાઈ ધારકાભાઈ પલાસને ઓળખી જઈ બંનેને ગરબાડા ચોકડી પુલ નીચેથી ઝડપી પાડી અત્રેની કચેરીએ લાવી પુછપરછ હાથ ધરતા તેઓ પૈકીના અરવીંદ નરસીંગ નિનામાએ પોતે તથા તેની ગેંગના પાંચ સભ્યોએ ભેગા મળી મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવતા સરહદી વિસ્તારના આંતરીયાળ રસ્તા ઉપર એકલ-દોકલ આવતા જતા મોટર સાયકલ ચાલકોને રોકી માર મારી લુંટ કરી ગુનાઓને અંજામ આપ્યાની કબુલાત કરતા ગરબાડા પોલીસ સ્ટેશનની વર્ષ ર૦૧૮ની લુંટ અને આર્મ્સ એક્ટનો ગુનો, લુંટનો ગુનો તથા ધાડલુંટનો ગુનો મળી ત્રણ ગુનાની કબુલાત કરતા ઉપરોક્ત ધાડ-લુંટના ત્રણ ગુનાઓ ડીટેક્ટ થયા છે.
બીલીયા/ખજૂરીયા ગેંગના છ સભ્યો હોઈ જેઓ બપોર અને સાંજના સમયે એકાંત વિસ્તારમાં ઉભા રહી એકલતાનો લાભ લઈ અંતરિયાળ રસ્તેથી એકલ-દોકલ આવતા જતા મોટર સાયકલ ચાલકોને મોટર સાયકલ આડી કરી રોકી ડરાવી ધમકાવી માર મારી લુંટ કરી નાસી જતા હોવાની પધ્ધતિ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: