દેવગઢ બારીઆના શાદરા ગામેથી એક ઈસમે એક પરણિતા તથા તેના પુત્રની અપહરણ કરી કાઠીયાવાડ મુકામે લઈ જઈ બાર દિવસ સુધી માતા – પુત્રને ગોંધી રાખી પરણિતા પર બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૪
દેવગઢ બારીઆ તાલુકાના શાદરા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે એક પરણિત મહિલાને તેના પુત્ર સાથે અપહરણ કરી લઈ કાઠીયાવાડ ગામે લઈ જઈ પરણિતાને તથા તેના પુત્રને બાર દિવસ સુધી એક મકાનમાં ગોંધી રાખી પરણિતા ઉપર અવાર નવાર બળાત્કાર ગુજારતાં પરણિતા જેમ તેમ કરી ઈસમના ચંગુલમાંથી છુંટી ઘરે પરત આવી સઘળી હકીકત જણાવતાં પરિવારજનો સાથે પરણિતા દેવગઢ બારીઆ પોલીસ મથકે આવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામે રહેતો વિકેશભાઈ ભારતભાઈ રાઠવા ગત તા.૨૮મી મેના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતાના ઘરે મોટરસાઈકલ લઈ આવ્યો હતો અને પરણિતાને કહેલ કે, હું તને મારી પત્નિ તરીકે રાખવા લઈ જવાનો છું અને જાે તું નહીં આવે તો તને અને તારા છોકરાને મારી નાંખીશ તેમ કહી ધાકધમકીઓ આપી હતી અને પરણિતા અને તેના પુત્રને બળજબરીપુર્વક મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. અપહરણ કરી પરણિતા અને તેના પુત્રને કાઠીયાવાડ ગામે લઈ ગયો હતો જ્યાં વાડીમાં એક મકાનમાં બંન્ને માતા - પુત્રને બાર દિવસ સુધી ગોંધી રાખ્યાં હતાં. આ દરમ્યાન વિકેશભાઈએ પરણિતાને કહેલ કે, તારે હવે મારી પત્નિ તરીકે રહેવાનું છે, જાે તું નહીં રહે તો તને મારી નાખીશ તેવી ધાકધમકીઓ આપી પરણિતાની સાથે તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો.
આ સંબંધે પરણિતા વિકેશભાઈ ભારતભાઈ રાઠવાના ચંગુલમાંથી છુંટી પોતાના પરિવાર સાથે પુત્ર સાથે પરત આવતાં ઉપરોક્ત હકીકત જણાવતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પરણિતાને લઈ દેવગઢ બારીઆ પોલીસ મથકે આવી પરણિતા દ્વારા વિકેશભાઈ ભારતભાઈ રાઠવા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વિકેશભાઈ ભારતાભાઈ રાઠવાના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.