ગ્રાહક સુરક્ષા મંડળ,દાહોદ દ્વારા જિલ્લા કલેક્ટર श्री ને આવેદન પત્ર આપવામાં આવ્યુ
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લામાં કાર્બાઈટ તેમજ ઈથેલીનથી કૃત્રીમ રીતે કેરીઓ પકવી વેપાર કરતા જથ્થાબંધ કેરીઓના વેપારીઓના વખારોની તપાસ કરવા અંગે તેમજ બજારમાં ભેળશેળવાળા નકલી કેરીઓના રસની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા અંગેનું એક આવેદન પત્ર આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ,દાહોદ દ્વારા જિલ્લા કલેક્ટર,દાહોદને સુપરત કરવામાં આવ્યુ હતુ.
ઉનાળાના આરંભ સાથે જ દાહોદ શહેર સહિત જિલ્લામાં કેરીઆ,કેરીઓના રસ,જ્યુસ વિગેરેનું ધુમ વેચાણ શરૂ થઈ રહ્યુ છે ત્યારે આવા સમયે કેરીઓની ગુણવત્તા તેમજ કેરીના રસ તેમજ જ્યુસની ચકાસણી પણ લાગતા વળગતાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યુ છે કારણ કે, ઈથેલીનથી કૃત્રિમ રીતે પકવવામાં આવતી કેરીઓ તેમજ બજારમાં ભેળસેળ નકલી કેરીઓના રસ તેમજ જ્યુસ વેચાતુ હોવાની બુમો ઉઠવા પામી છે ત્યારે તેવા સમયે ગ્રાહક સુરક્ષા મંડળ,દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં વેચાતી કેરીઓ હાનિકારક કેમીકલ જેવા કાર્બાઈડ અથવા ઈથેલીનથી પકવીને વેચાઈ રહી છે. કૃત્રિમ રીતે પકવેલ કેરીઓ માનવીના આરોગ્ય માટે હાનિકારક છે. આંતરડાના કેન્સર થવાની પુરેપુરી સંભાવના છે. જિલ્લામાં જ્યુસ વેચતા સેન્ટરો અને કેરીઓનો રસ વેચતા વેપારીઓ દ્વારા ભેળસેળ યુક્ત રસ વેચાણ રહ્યો છે. કેરીઓનો રસ કેરીની કિંમત કરતા પણ ઓછા ભાવે વેચાય છે. જથ્થાબંધ વેચાતો કેરીઓનો રસ એસેન્સ નાખેલ અને પપૈયાના રસ ભેળસેળ નકલી રસ હોય છે. કેરીઓના જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓની વખારોમાં તથા દુકાનોમાં તપાસ કરી કૃત્રિમ રીતે પકવેલ કેરીઓનો નાશ કરવા તેમજ કાર્બાઈડ અને ઈથેલીનથી કેરીઓ કૃત્રિમ રીતે પકવે નહીં તે માટે કાયમી રીતે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ કૃત્રિમ રસ વેચતા વેપારીઓ સામે તપાસ કરી કાનુની કાર્યવાહી કરવાની માંગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ ગ્રાહક સુરક્ષા મંડળ,દાહોદ દ્વારા રજુઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યુ

