દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દે ૯ દિવસ સુધી વિરોધ પ્રદર્શનનું આયોજન
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
ભાજપ સરકારના પાંચ વર્ષાે પુર્ણ થતાં દાહોદ આગામી ૦૩જી ઓગષ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી સહિત આગેવાનો પધારવાના છે અને તારીખ ૦૧ થી ૦૩ ઓગષ્ટ સુધી દાહોદ જિલ્લામાં જનકલ્યાણ કેન્દ્રિત વિવિધ કાર્યક્રમોમાં પણ યોજાનાર છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ મેદાનમાં ઉતરી છે અને ભાજપના પાંચ વર્ષની ઉજવણીનો ભારે વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધતાં જતાં પેટ્રોલ – ડિઝલના ભાવો, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારોના મુદ્દાઓને લઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરનાર છે . આજે પ્રથમ દિવસે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત આજે દાહોદ નગરપાલિકા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત કાર્યકરોએ શિક્ષણ મુદ્દે વિરોધ નોંધાવી સુત્રોચ્ચારો પણ કર્યાં હતાં.
આજરોજ દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોમાં દાહોદના ધારાસબ્ય વજુભાઈ પણદા સહિત તેમની આગેવાનીમાં તેમના કાર્યકરો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તેઓની પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ભાજપની સરકારમાં પેટ્રોલ – ડિઝલ, ખાતર, શિક્ષણ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવોમાં ઘરખમ થયો છે. ભાજપની સરકારના પાંચ વર્ષાે પુર્ણ થતાં ભાજપ સરકાર દ્વારા પ્રજાના જ પૈસે ખોટા તાયફાઓ કરી રહ્યાં હોવાના આક્ષેપો પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યાં છે. સરકાર માત્રને માત્ર પ્રજાને ખોટા વાયદાઓ અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવાના આક્ષેપો પણ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યાં હતાં ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારના પાંચ વર્ષાે પુર્ણ થતાં વિવિધ કાર્યક્રમોની પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સરકાર વિરોધી તારીખ ૦૧ થી ૦૯ તારીખ સુધી વિવિધ વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ ૦૧ ઓગષ્ટના રોજ શિક્ષણ બચાવો અભિયાન મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તારીખ ૦૨ ઓગષ્ટના રોજ સંવેદનહીન સરકાર, આરોગ્ય બચાવો અભિયાન, તારીખ ૦૩ ઓગષ્ટના રોજ અન્ન અધિકારી અભિયાન, તારીખ ૦૪ ઓગષ્ટના રોજ મહિલા સુરક્ષા અભિયાન, તારીખ ૦૫ ઓગષ્ટના રોજ ખેડુત ખેતી બચાવો અભિયાન, તારીખ ૦૬ બેરોજગારી હટાવો અભિયાન, તારીખ ૦૭ વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન, તારીખ ૦૮ જન અધિકારી અભિયાન અને તારીખ ૦૯મી ઓગષ્ટના રોજ સામાજી ક્રાંતિ અભિયાન આમ, નવ દિવસ સુધી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

