દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા.૨.૮૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતી મકાનમાંથી કુલ રૂા.૨,૮૮,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે બુટલેગરની અટકાયકત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૦૧ ઓગષ્ટના રોજ લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે ચીલાકોટા ગામે જુનાગામ ફળિયામાં રહેતાં શનુભાઈ ગુલીયાભાઈ મેડાના રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ પાડી હતી. પોલીસે રેડ પાડતાંની સાથે શનુભાઈ ગુલીયાભાઈ મેડાની અટકાયત કરી લીધી હતી અને તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૨૮૮૦ જેની કુલ કિંમત રૂા.૨,૮૮,૦૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી લીમખેડા પોલીસે ઉપરોક્ત બુટલેગર વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.