દાહોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું
દાહોદ તા.૧૪
ભારતમાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે ભારત સરકારે આ વખતે આ સ્વાતંત્ર્ય પર્વને અમૃત મહોત્સવ તરીકે જાહેર કરેલ છે જે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશની સુચના અનુસાર, સમગ્ર ગુજરાત રાજ્યમાં દેશના સહિદોને મશાન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત દાહોદ શહેર ખાતે પણ ભારતીય યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું સાંજના સમયે આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દાહોદ શહેરના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતેથી નીકળી નગરપાલિકા ચોક સુધી રેલી નીકળી હતી. આ રેલીમાં દાહોદ શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાં.